યોગ દર્શનના નિષ્ણાંત બી.કે. એસ અયંગરની આજે જન્મજયંતિ, જાણો…




 

 

નવી દિલ્હી, 14 ડિસેમ્બર 2019, શનિવાર

 

આજે યોગગુરુ બીકેએસ અયંગરની જન્મજયંતિ છે. તેમણે યોગના ક્ષેત્રમાં અદભૂત કામ કર્યું છે . તેમણે ‘અયંગર યોગ’ના નામ પર નવી પદ્ધતિથી યોગની સ્થાપના કરી છે. બી.કે.એસ. અયંગરનું નામ બેલ્લૂર કૃષ્ણમચારી સુંદરરાજ અયંગર હતું. તેઓ ભારતના અગ્રણી યોગગુરુ હતા. તેમણે અયંગારયોગની સ્થાપના કરી અને તેને વિશ્વભરમાં પ્રખ્યાત બનાવ્યા હતા.

 

આધુનિક ઋષિ તરીકે પ્રખ્યાત, અયંગરે વિવિધ દેશોમાં તેમની સંસ્થાની 100થી વધુ શાખાઓની સ્થાપના કરી. તે યુરોપમાં યોગનો પ્રચાર પ્રસાર કરવામાં મોખરે હતા. કર્ણાટકના બેલ્લૂરમાં 1918માં જન્મેલા અયંગર 1937માં મહારાષ્ટ્રના પૂના ગયા અને યોગનો પ્રચાર કર્યા પછી 1975માં યોગવિદ્યા નામની પોતાની સંસ્થા શરૂ કરી. 20 ઓગસ્ટ 2014ના રોજ તેમનું અવસાન થયું હતું. આજે જાણીએ તેમના જીવન વિશેની કેટલીક રસપ્રદ વાતો.

 

હનુમાન આસન

 

તેમના ગુરુએ એક કાર્યક્રમમાં તેમને હનુમાન આસન કરવા કહ્યું. અયંગર આ સાંભળીને ગભરાઈ ગયા. અયંગરે બહાનું બનાવ્યું કે તેનું પેન્ટ ટાઇટ છે તેથી તેઓ આ આસન કરી શકશે નહીં. ત્યારે તેમના ગુરુએ તેમની પેન્ટને બંને બાજુથી કાપી નાખ્યું અને કહ્યું કે હવે યોગ કરીને બતાવ.

 

અંગ્રેજી વિષયમાં થયા હતા નાપાસ

 

અંગ્રેજી ભાષામાં અનેક પુસ્તકો લખનારા અયંગર મેટ્રિકની પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં નાપાસ થયા હતા. તેમણે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. પરંતુ તે યોગની શક્તિ હતી કે તેમણે પાછળથી ઘણા પુસ્તકો લખ્યા. ‘લાઇટ ઓન યોગા’ નામનું તેમનું પહેલું પુસ્તક 1966માં લખાયું હતું જે બેસ્ટ સેલર બન્યું અને તેમનું બીજું પુસ્તર ‘લાઇટ ઓન પ્રાણાયમ’ આવ્યું જે પણ ખૂબ લોકપ્રિય રહ્યું. આ પુસ્તકનો અનુવાદ 21 ભાષાઓમાં કરવામાં આવ્યો હતો.

 

ગરીબીમાં પસાર થયું બાળપણ

 

બી.કે.એસ. અયંગરનો જન્મ ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો. પરંતુ તેમની દ્રઢ ઇચ્છાશક્તિ દ્વારા તેણે વિશ્વવ્યાપી નામના પ્રાપ્ત કરી. પુણેમાં તેમના જાણીતા એક સિવિલ સર્જનને તેમની સમક્ષ ડેક્કન જીમખાનામાં વર્ગ લેવાની દરખાસ્ત કરી, અયંગર તુરંત જ સંમત થઈ ગયા. પરંતુ છ મહિના પછી આ વર્ગો બંધ થઈ ગયા અને તેમની પાસે આવકનું કોઈ સાધન બચ્યું નહીં. તે સમયે તેમણે એવા દિવસો પણ પસાર કર્યા કે જેમાં તેમને ખાવા,પીવા કંઈ મળતું નહીં.

 

ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્શનરીમાં નોંધાયો શબ્દ ‘ અયંગર યોગા’

 

‘ અયંગર યોગા’ નામ એક પ્રકારના યોગ તરીકે ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીમાં નોંધાયેલું છે. જ્યારે અયંગર પ્રથમ વખત યુરોપ ગયા હતા ત્યારે ત્યાંના એક અધિકારીએ યોગ અંગે પ્રશ્ન કર્યો હતો તેના જવાબમાં અયંગરએ જણાવ્યું હતું કે યોગ તેમના જીવન ગુજરાન ચલાવવાનો રસ્તો છે.

 

સારા સ્વાસ્થ્ય માટે શરૂ કર્યા હતા યોગ

 

તેમનો જન્મ 14 ડિસેમ્બર 1918ના રોજ થયો હતો. તે સમયે ઈન્ફલ્યુએન્ઝા રોગચાળો ફેલાયેલો હતો. તેના કારણે તેઓ બાળપણથી જ ઘણીવાર ચેપનો શિકાર બની ચુક્યા હતા. તેના કારણે તે કિશોરાવસ્થા સુધી નબળા રહ્યા. તેઓ લાંબુ જીવશે તેવી પણ કોઈને આશા ન હતી. આ સમયે તેમણે સ્વાસ્થ્ય સારું રહે તે માટે યોગ શરૂ કર્યા.

 

 

 

અયંગર યોગ બન્યું અભિયાન

 

પ્રથમ અયંગર યોગ પરિષદ 1984માં સાન ફ્રાન્સિસ્કોમાં યોજાઇ હતી. તે સમયે વિશ્વભરના લોકો તેમાં જોડાયા હતા. જે લોકો અયંગર યોગા કરે છે તેઓ પોતાને ‘ અયંગર યોગ પ્રેક્ટિશનર્સ’ કહે છે. યોગાચાર્ય બી.કે.એસ. અયંગરે તેના યોગનો પ્રચાર પ્રસાર કોઈ એડ કંપનીની મદદથી નથી કર્યો. તેની પ્રસિદ્ધિ લોકો દ્વારા ફેલાઈ હતી.

 

એનાયત થયા આ સમ્માન

 

2002 માં બીકેએસ અયંગરે પદ્મ ભૂષણ સમ્માન એનાયત કરાયું અને 2014 માં તેમને પદ્મ ભૂષણ એવોર્ડ મળ્યો. 2004 માં ટાઇમ મેગેઝિનએ તેમનો સમાવેશ વિશ્વના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં કર્યો હતો.

 

Reviewer4you
Logo
Register New Account