નર્મદા કેનાલથી વાગડની ૬૦% જમીનમાં બારેમાસ થતી ખેતી




 

ભુજ,સોમવાર

 

વાગડ વિસ્તારમાં રવિપાકનું અસંખ્ય હેક્ટરમાં વાવેતર થયુ છે. વાગડ વિસ્તારમાં છેલ્લા સાત વર્ષાથી કચ્છ બ્રાંચ કેનાલની નર્મદા યોજનાની કેનાલ દ્વારા અસંખ્ય પ્રમાણમાં વાવેતર થયુ છે. જેમાં, જીરૃ, ઘઉં, રાયડો, એરંડા,ઈસબગુલ વિગેરે પાકનું વાવેતર થયુ છે. ત્યારે, મેઘરાજાએ મહેર કરતા વાધારે વાગડ વિસ્તારમાં લગભગ સીમ તળાવ, ચેક ડેમો ભરાઈ ગયા છે.

 

અનેક તળાવોને નર્મદા કેનાલ દ્વારા ભરવામાં આવ્યા છે તો વાગડ વિસ્તારમાં નર્મદા યોજનાની કેનાલ તેમજ તળાવ ડેમ પર અંદાજે દસ હજાર જેટલા ડીઝલ એન્જિનાથી પાણી સીંચીને ખેતી કરવામાં આવી રહી છે. તો દુર દુર સુાધી પાઈપ લાઈન જોવા મળી રહી છે. વરસો પહેલા કહેવત હતી કે, વરસે તો વાગડ ભલો કચ્છ ડો બારેમાસ, હવે અત્યારે વાગડ વિસ્તારમાં નવી કહેવત શરૃ થઈ ગઈ છે. વરસે તો વાગડ વાગડ ભલો, કેનાલ બારેમાસ. આમ નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ વાગડ વિસ્તારમાં મળી રહ્યો છે. રાપર તાલુકાના કેનાલ પર જ ૩૯ ગામોને પાણીનો લાભ મળી રહે છે. તો અનેક સૃથળોએ અનેક કિલોમીટર સુાધી ખેડૂતો પાઈપલાઈન કે ધોરીયા કેનાલ વડે પાણી લઈ જઈ ખેતી કરી રહ્યા છે. આમ, વાગડ વિસ્તારમાં નર્મદા યોજના જીવાદોરી સમાન બની ગઈ છે અને વાગડની ૬૦% જમીનમાં બારેમાસ ખેતી થાય છે.

 

Reviewer4you
Logo
Register New Account